કચ્છ : લોકસભા ચુંટણી – ૨૦૨૪ નું પરિણામ જાહેર થતા ભા.જ.પા. નાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ વિનોદભાઈ ચાવડા એ દેવ દર્શન સાથે કચ્છની તમામ વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા પ્રવાસ શરૂ કરી દીધું છે.
આજે વિનોદભાઈ એ નખત્રાણા મધ્યે શ્રી સાંઈ જલારામ મંદિરે પરમ પૂજ્ય સંતશ્રી સાંઈ બાબા અને સંતશ્રી જલારામ બાપાના દર્શન સાથે માતાના મઢ મધ્યે દેશદેવી માઁ આશાપુરા માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા…
વિનોદભાઈ એ આજે પ્રવાસ દરમ્યાન નખત્રાણા અને માતાના મઢ ખાતે મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ તમામ મતદાતાઓ, ચુંટણીમાં સતત દિવસ-રાત મહેનત કરનાર ભા.જ.પા. ના સૌ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ, મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો. તથા આજે ‘વિશ્વ પર્યાવરણ દીવસ’ અંતર્ગત માતાના મઢ ગામે વૃક્ષારોપણ કર્યું સાથે ઉપસ્થિત સૌ લોકોને પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે સંકલ્પ લઈ વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અને તેમનું જતન કરવા સૌને અપીલ કરી હતી.
આજે પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભા.જ.પા પ્રમુખ દિલિપભાઈ નરસીંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, પાર્ટી આગેવાનશ્રીઓ, જીલ્લા પંચાયત – તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..






