મોરબીના ગીતા પાર્ક વિસ્તારમાં ની સહાય વૃદ્ધ મળી આવતા ૧૮૧ અભયમની ટીમ મદદે દોડી આવીને વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક ફેલાવી હતી.
મોરબી ગીતા પાર્ક વિસ્તારમાંથી સજ્જન વ્યક્તિ નો કોલ આવતા ૧૮૧ ની ટીમ વૃધ્ધાની મદદ માટે રવાના થઇ હતી અને સ્થળ પર પહોહ્ચી સજ્જન વ્યક્તિ નું કાઉન્સિલિંગ કરતા જણાવ્યું હતું કે માજી ગઈકાલે રાત્રે વૃક્ષ નીચે બેઠા હોય તો સવારે તે જ જગ્યા પર જોવા મળતા વૃદ્ધાને તેમના ઘરે લઈ ગયા બાદ ૧૮૧ ટીમની મદદ માગી હતી ત્યાર બાદ માજી નું કાઉન્સિલિંગ કરતા પૂરું નામ જણાવતા તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમની પુત્રવધુનો સંપર્ક થયો હતો અને વૃદ્ધ ઘરેથી મજુરી કામ માટે ઘરેથી નીકળી ગયા હતા અને પરત ના ફરતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરી હતી પણ ભાળ મળીના હતી.જેથી વૃધ્ધાને તેમની પુત્રવધુને સોપીને માનવતાની મહેક ફેલાવી હતી તેમજ સજ્જન વ્યક્તિનો આભાર માન્યો હતો.


