મોરબીના તળાવીયા શનાળા રોડ ઉપર રોલજા ગ્રેનાઇટો ફેકટરીમાં બનેલો બનાવ
મોરબી : સિરામિક હબ મોરબી જિલ્લામાં છસવારે આકસ્મિક બનાવોમાં શ્રમિકોના મૃત્યુ નિપજવાની ઘટના સામે આવી રહી છે ત્યારે ગઈકાલે તળાવીયા શનાળા રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં પોલીસિંગ મશીનમાં આવી જતા યુવાન શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા રોડ ઉપર આવેલ રોલજા ગ્રેનાઈટો એલએલપી નામના કારખાનામાં પોલીસિંગ મશીનમાં આવી જતા જશ્મિન પ્રવીણભાઈ નાયકપરા ઉ.24 રહે. ગોકુળિયા, ચરાડવા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


