Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiખાનપરના વતની ક્રિશ ભીમાણી એ NEETમાં જ્વલંત સિદ્ધિ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

ખાનપરના વતની ક્રિશ ભીમાણી એ NEETમાં જ્વલંત સિદ્ધિ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

ધો.12 પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નિટ (NEET-નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)-2024 નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી તાલુકાના ખાનપર ગામના વતની ક્રિશ કલ્પેશભાઈ ભીમાણી એ ઝળહળતી સફળતા હાંસલ કરી છે. ક્રિશે 720 માંથી 580 સ્કોર પ્રાપ્ત કરી ભીમાણી પરિવાર તેમજ મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

સખત મહેનતથી નીટમાં સફળતા મેળવનાર ક્રિશ ભીમણી એ જણાવ્યું હતું કે, 12માં ધોરણીની સાથે સાથે ઓફલાઇન અને ઓનલાઇન અભ્યાસ કરી NEETની તૈયારી કરી હતી. મારા માતા સોનલબેન અને પિતા કલ્પેશભાઈ તેમજ પરિવારના સાથ સહકાર થી તેમજ વડીલોની પ્રેરણાથી મેં નાનપણથી જ મેડિકલ લાઇન લઈને ડોક્ટર બની લોકોની સેવા કરવાનું સપનુ સેવ્યું હતું.

           ક્રિશે વધુમાં જણાવે છે કે, નીટના જાહેર થયેલાં પરિણામમાં સારા માર્ક્સ આવતા હું અતિ આનંદની લાગણી અનુભવું છું. પરિવારના પ્રોત્સાહન અને રાતદિવસ તૈયારી માટેના સહકારના કારણે MBBSમાં પ્રવેશ લઇ તબીબ બનવાનું સ્વપ્ન હવે હું પૂર્ણ કરી શકીશ.
           

ક્રિશના પિતા કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ક્રિશ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી છે. દિકરાને ઉચ્ચ અભ્યાસ કરાવી ડોક્ટર બનાવવાનું અમારૂં સ્વપ્ન હવે પૂર્ણ થશે. ક્રિશ ને દાદી અને દાદા અશોકભાઈ તેમજ પરિવારજનો એ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેક્ષાઓ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments