હળવદની સરા ચોકડી પાસે રીક્ષામાં પેસેન્જરના ભાડા બાબતે રીક્ષા ચાલકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી રીક્ષામાં લાફો માર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે.
હળવદના કેદારીયા ગામે રહેતા ધીરુભાઈ દેવશીભાઈ શિહોરા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૬ ના રોજ રાત્રીના સમયે રીક્ષાના ફેરા કરતા હોય ત્યારે સરા ચોકડી પાસે આરોપી વિપુલભાઈ શકુભાઈ મેવાડા અને મુનાભાઈ દિલીપભાઈ રાજપરા એ ૬૦૦ રૂપિયા પેસેન્જરો પાસે ભાડું નક્કી કરતા પેસેન્જરો તેમની રીક્ષામાં નહિ બેસતા થોડીવાર પછી ધીરુભાઈ આવીને ૪૦૦ રૂપિયા ભાડું નક્કી કરતા પેસેન્જરો તેમની રીક્ષામાં બેસી જતા જે આરોપી વિપુલભાઈ શકુભાઈ મેવાડા અને મુનાભાઈ દિલીપભાઈ રાજપરાને સારું નહિ લાગતા ધીરુભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઉશ્કેરાઈ જઈને લાફો મારી ઈજા પહોચાડી તેમજ મુકેશભાઈ ચંદુભાઈ મકવાણા એ ધીરુભાઈને ગાળાઓ આપી રીક્ષામાંથી ધોકા કાઢી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે.


