Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં જોખમી ગેમઝોન ચલાવતા પાપજી ફનવર્લ્ડના માલિક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબીમાં જોખમી ગેમઝોન ચલાવતા પાપજી ફનવર્લ્ડના માલિક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી : રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં આવા જોખમી અને સલામતી વગરણ ગેમઝોન ઉપર તવાઈ ઉતરી છે ત્યારે મોરબી પોલીસે સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરની ફરિયાદને આધારે પાપાજી ફનવર્લ્ડના સંચાલક વિરુદ્ધ જોખમી રીતે ગેમઝોન ચલાવવા બદલ ગુન્હો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવતા જિલ્લાના તમામ ગેમઝોન, સિનેમા, મોલ, વોટરપાર્કમાં તપાસ બાદ જાહેર સલામતી વગરના આવા માચડા બંધ કરવા આદેશ કર્યો હતો અને જાહેર જનતાની મોટી અવર જવર હોવા છતાં અગ્નિશમનના સાધનો નહિ રાખી બેદરકારી બદલ ફોજદારી રાહે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે મોરબી સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર આકાશકુમાર પાવરાએ મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ પાપાજી ફનવર્લ્ડના સંચાલક પ્રવીણ આર.હદવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 336 અને જીપી એકટની 131(એ)મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments