ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં યુવાનનું મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત….
મોરબી : વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકાથી આગળ આજે સવારે એક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો….






