Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી માં શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ત્રી દિવસય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ...

મોરબી માં શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ત્રી દિવસય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

મોરબી : શ્રી પરશુરામ યુવા ગ્રુપ 2024- મોરબી દ્વારા શહેરના નાગડાવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ 7 થી 9 જૂન દરમિયાન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે તારીખ 9 જૂન ને રવિવારના રોજ સેમિફાઇનલ તેમજ ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ મહાદેવ આર્મી ઇલેવન ટીમ તેમજ પરશુરામ 11 ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં મહાદેવ આર્મી ઇલેવન ટીમ વિજેતા થઈ હતી.

ફાઇનલ વિજેતા ટીમ તેમજ રનર્સ અપ ટીમને મેડલ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પરશુરામ યુવા ગ્રુપ 2024ના પ્રમુખ જયદીપભાઈ મહેતા, મહામંત્રી ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે, હાર્દિકભાઈ ભટ્ટ, સંયોજક નયનભાઈ પંડ્યા, ખજાનચી મહીધરભાઈ દવે, તેમજ સહમંત્રી દિવ્યેશભાઈ મહેતા, કિશનભાઈ મહેતા, પરિમલભાઈ દવે, કમલભાઈ દવે, રાકેશભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ શુક્લ તથા જયદેવભાઈ જોશી વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સેમિફાઇનલ તેમજ ફાઇનલ મેચ વચ્ચે ભારત પાકિસ્તાન T-20 વર્લ્ડ કપમાં ભારતનો વિજય થતા શ્રી પરશુરામ યુવા ગ્રુપ ટીમ દ્વારા ભવ્ય આતિશબાજી કરી ભારતની જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments