ટંકારા : મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી સમસ્ત રાઠોડ પરિવાર ટંકારા (રામગઢ કોયલી) દ્વારા તારીખ 9 જૂન ને રવિવારના રોજ ટંકારા સ્થિત માતાજીના મઢ ખાતે માતાજીના ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાયજ્ઞમાં સવારે માતાજીના શ્રૃંગાર દર્શન કરી વાજતે ગાજતે માતાજીની ધજાના સામૈયા કરી ધજારોહણ કરાયું હતું. ત્યારબાદ મંદિરે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મંદિરે યોજાયેલા ચંડી મહાયજ્ઞમાં પરિવારજનોએ આહૂતિ આપી હતી. આ પ્રસંગે રાઠોડ પરિવારના કુલ 700 લોકોએ યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો અને આયોજનને ચાર ચાંદ લગાવી બધા કુટુંબી ભાઈઓએ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે બદલ દરેક કાર્યકર મિત્રો તેમજ સમસ્ત રાઠોડ પરિવારનો અંતઃકરણ પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો





