મોરબી : મહારાણા પ્રતાપજીની જન્મજયંતી નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મહારાણા પ્રતાપજીની પ્રતિમાને મોરબી શહેર યુવા ભાજપના હોદ્દેદારોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી અને મહારાણા પ્રતાપજીને યાદ કર્યા હતા.
આ તકે મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપ ભાઈ પટેલ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ સુખદેવસિંહ વિધાનસભા ઇન્ચાર્જ જયપાલસિંહ તથા મુન્નાભાઈ અને યુવા મોરચા ના આગેવાનો હાજર રહ્યા હતા.


