ઘરજમાઈ રહેતા પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીને રહસી નાખ્યાનો આરોપ
હળવદ : હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બેહના ઘેર આવેલ મહિલાની તેના જ પતિએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખ્યા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેવાના બનાવમાં મૃતક મહિલાના ભાઈએ હત્યારા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિજયનગર ખાતે રહેતા નિઝામભાઈ ફકીરભાઈ રફાઈ નામના યુવાને હળવદ પોલીસ મથકમાં આરોપી એવા પોતાના બનેવી યુનુસ અભરામભાઈ સંધિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના બહેન મદીનાબેન આગલાં ઘરના બહેન મનીષા સાથે હળવદ આવ્યા હતા અને બાદમાં તેણીનો પતિ અને આરોપી યુનુસ પણ હળવદ આવ્યો હતો. વધુમા આરોપી યુનુસ તેના સસરાના ઘેર ઉપરના માળે રહેતો હોવાનું અને પત્ની મદીનાબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરતો હોય હળવદ આવ્યા બાદ છરીના ઘા ઝીકી મદીનાબેનની હત્યા કરી નાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ઘરજમાઈની જેમ સસરામાં જ રહેતા આરોપી યુનુસે પત્ની મદીનાની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લેતા આ ચકચારી બનાવમાં હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


