(જયેશ બોખાણી દ્વારા )
મોરબી: જન્મદિવસનો પ્રસંગ વ્યક્તિ માટે વિશેષ હોય છે અને આજના દેખાદેખીના યુગમાં જન્મદિવસની ઉજવણી માટે મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે મોરબીના નારણકા ગામના સામાજિક અગ્રણી અમિતભાઈ બોખાણીના પત્ની ગીતાબેન બોખાણીએ આજે પોતાના જન્મદિવસ નિમિતે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફ વિતરણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.




