Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના અધ્યક્ષ...

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જાતિના આગેવાનો સાથે સંમેલન યોજાયું

વાંકાનેર : રાજકોટ રેંજના વડા પોલીસ મહાન નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિવિજનના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ સારડા તથા વાંકાનેર સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકાના ઇન્ચાર્જ પી.એસ.આઇ એમ.જે. ધાંધલ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યો સભ્યોને આમંત્રીને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં જી.કે.વરીયા, રસિકભાઈ વોરા, પ્રેમજીભાઈ જેપાર, અરવિંદભાઈ આંબલીયા, ગોવિંદભાઈ મકવાણા, હેમુભાઈ ચાવડા, મનુભાઈ સારેશા, મોહનભાઈ સોલંકી, વિનોદભાઈ ચાવડા, પ્રેમજીભાઈ પરમાર વગેરે તથા વાકાનેર તાલુકાના આગેવાનો સાથે સંમેલનમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હાલ કાયદો વ્યવસ્થાના કોઈ પ્રશ્ન જણાયા નથી. નશા મુક્તિ અને કેરિયર કાઉન્સિલિંગમાં કાર્યક્રમ કરવા અને તે અંગે નક્કર પગલા લેવાની રજૂઆત કરી દરેક સભ્યોની રજૂઆત અને આવકાર સાંભળીને અન્ય ખાતાના પ્રશ્નો પૈકી અનુસૂચિત જાતિ વિસ્તાર જેવા કે આંબેડકર નગર 3,4,5 તથા અન્ય વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત સુધારવાની જરૂરત જણાઈ હતી. જો રસ્તાની હાલત સુધરશે તો નાના-મોટા અકસ્માતથી મુક્તિ મળશે. મોબાઈલના ઉપયોગ અને યુવાનોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ, કેરિયર કાઉન્સિલિંગ અને વ્યવસાયલક્ષી તાલીમ તેમજ શૈક્ષણિક તાલીમ પૂરી પાડવાનો કાર્યક્રમ કરવાની તૈયારી બતાવી દર્શાવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments