કચ્છ : લોકસભા ચુંટણી – ૨૦૨૪ નું પરિણામ જાહેર થતા ભા.જ.પા. નાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ વિનોદભાઈ ચાવડા એ મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા તા.૧૩-૦૬-૨૦૨૪, ગુરુવારના પ્રવાસ દરમ્યાન રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજાર મતવિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ સર્વે મતદાતાઓ, ચુંટણીમાં દિવસ – રાત મહેનત કરનાર ભા.જ.પા. ના સૌ કાર્યકર મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો.
વિનોદભાઈ એ ગાંધીધામ ખાતે શ્રી સિધ્ધિ વિનાયક મંદિર – ભાનુ ભવનમાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા ભુજ મઘ્યે શ્રી ક્ષેત્રપાળ એપિટોમ ગ્રાઉન્ડ ખાતે પ.પુ.સંતશ્રી મહારાજજી ના વ્યાસપીઠે આયોજીત શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે હાજરી આપી સાથે કથાનું શ્રવણ કર્યું હતું.
આ પ્રવાસ દરમ્યાન કચ્છ જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જીલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પાર્ટી આગેવાનશ્રીઓ, જીલ્લા પંચાયત – તાલુકા પંચાયત – નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..









