મોરબી : મોરબીના જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક વિચિત્ર અકસ્માતમાં બાઈક લઈને જઈ રહેલા પરપ્રાંતીય યુવાનનું બાઈક સ્લીપ થયા બાદ પાછળ આવતો ટ્રક યુવાનની છાતી ઉપર ફરી વળતા પરપ્રાંતીય યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રોજી રોટી મેળવવા આવેલ ગજેન્દ્રભાઈ નંદલાલ બાસ્કર ઉ.30 નામનો યુવાન તથા તેના મિત્ર વિશ્વકર્મા બૈજનાથ બેહરા ઉ.34 નામના યુવાન લોરીશન સિરામિક રંગપર ગામેથી બાઈક નંબર એમપી – 37 – ઝેડસી – 0974 વાળું લઈને સાકેત સિરામિક કારખાનામાં જતા હતા ત્યારે પાવડીયારી કેનાલ પાસે આવેલ સનવીસ સિરામિક પાસે પહોંચતા બાઈક સ્લીપ થઈ જતા પાછળ પુર ઝડપે આવતા જીજે – 12 – એટી – 5400 નંબરના ટ્રકનું તોતિંગ વ્હીલ ગજેન્દ્રભાઈની છાતી ઉપર તેમજ માથા ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ઝારખંડના રહેવાસી વિશ્વકર્મા બૈજનાથ બેહરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચાલુ કરી છે.
– text

