પાલિકાને સાથે રાખી શક્તિ ચોકથી નહેરુ ગેટ, જુના બસસ્ટેન્ડ રોડ, જુનાં મહાજન ચોક સહિતના વિસ્તારોમાં દુકાન બહારના દબાણ દૂર કર્યા
મોરબી : મોરબી ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. ત્યારે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી આજે શહેરના મુખ્ય માર્ગો પરથી દુકાન બહાર રોડ પર રાખેલ વસ્તુઓ ઝપ્ત કરી દબાણકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે અને માથાના દુઃખાવો બની ગઈ છે. ત્યારે જિલ્લા પોલીસવડાની સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર દુકાન બહાર રહેલ સમાન ઝપ્ત કરી તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ટ્રાફિક પીઆઇ છાસિયા, પીએસઆઇ ડી.બી. ઠક્કર સહિતના ટ્રાફિક પોલીસની ટીમે પાલિકાની ટીમને સાથે રાખી શક્તિ ચોકથી નહેરુ ગેટ ચોક, નહેરુ ગેટથી જુના બસ સ્ટેન્ડ, તખ્તસિંહજી રોડ, જુના મહાજન ચોક સહિતના મુખ્ય માર્ગો પર દુકાનની બહાર ટ્રાફિકની અડચણ રૂપ રાખેલ બોર્ડ, ગેસના બાટલા, ટેબલો, સહિતની બે ટ્રેક્ટર ભરાય તેટલી વસ્તુઓ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ટ્રાફિક પીઆઇ છાસીયાએ જણાવેલ કે શહેરમાં ટ્રાફીક ને અડચળ રૂપ કોઈ પણ સામાન ઝપ્ત કરવામાં આવશે અને આ કાર્યવાહી હજી આગળના દિવસોમાં પણ ચાલુ રખાશે.






