માળિયા કચ્છ નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટલ સામે મોટર સાઈકલ સ્લીપ થઇ જતા પાછળથી આવતા ટ્રકનું ટાયર ફળી વળતા મિત્રની નજર સામે મિત્રનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા સુરેશભાઈ વાલજીભાઈ પડાયા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તેના તેનો મિત્ર સંજયભાઈ બંને મોટર સાઈકલ જીજે ૩૬ એ જી ૧૧૩૮ લઈને માળિયા કચ્છ નેશનલ હાઈવે રોડ પર આવતા હોય દરમિયાન ઓનેસ્ટ હોટલ નજીક પહોચતા સંજયભાઈ એ મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ સ્લીપ થઇ જતા પાછળથી આવતા ટ્રક જીજે ૧૨ ઝેડ ૫૯૫૬ ના ચાલકે બેદરકારીથી ચલાવી મોટર સાઈકલ ચાલક સંજયભાઈના શરીર પર ટ્રકનું ટાયર ફેરવી દેતા સંજયભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
