Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમાળિયા (મિ.)ની તરઘરી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્યવ યોજાયો

માળિયા (મિ.)ની તરઘરી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્યવ યોજાયો

માળિયા (મિ.) : આજ રોજ તારીખ 28 જૂને તરઘરી પ્રાથમિક શાળા દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આજરોજ તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરીયા તરફથી તરઘરી પ્રાથમિક શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને અંતમાં દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેકને એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી ગ્રામ પંચાયત તરઘરી તથા શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરીયા, ઇમરાનભાઈ શાહમદાર તથા અન્ય પંચાયત સભ્યો તથા જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ ચૌહાણ, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કો-ઓપરેટિવ સભ્ય જેસંગભાઈ હુંબલ, આચાર્ય મનોજભાઈ પટેલ, લાઇઝેનિંગ અધિકારી મહેશભાઈ ચૌહાણ, તથા તલાટી મંત્રી મિહિરભાઈ ડાંગર, SMC સમિતિના સભ્યો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments