સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન સૌરાષ્ટ્ર પ્રાંત પ્રશિક્ષણ એવાં વિચાર વર્ગ – 22/23 જૂન 2024 રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં સ્વદેશી જાગરણ મંચ રાષ્ટ્રીય સહ સંગઠક સતીષકુમારે સ્વદેશી કી વિકાસ યાત્રા તેમજ ૨૦૪૭ નું ભારત સમૃદ્ધ અને મહાન ભારત વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
સ્વદેશી જાગરણ મંચ પ્રદેશ સંગઠક મનોહરલાલ અગ્રવાલ દ્વારા સ્વદેશી જાગરણનું સંગઠનાત્મક માળખું અને ટીમ દ્વારા તેમજ અન્ય તજજ્ઞો દ્વારા રાષ્ટ્ર ઋષિ દુતોપંત થેંગડી, અમર શહીદ બાબુ ગેનું, સ્વાવલંબન કેન્દ્રની સક્રિયતા, હેતુ અને કરવાના કાર્ય સહિતના વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
તેમજ ગૌ આધારિત સ્વરોજગાર – ગાય ના છાણાં માંથી બનેલા પેન્ટ, પ્લાસ્ટર ઇત્યાદિ થી કમાણી વિશે,, અને પ્રચાર પ્રણાલીની ભૂમિકા (પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત), … CSR – પ્રોજેક્ટ રિપોર્ટ અને CSR પ્રોજેક્ટ સબમિશન પ્રક્રિયા, ખાસ તો ભારત ની અર્થવ્યવસ્થા, ઈ-કોમર્સ વિગતો, બજાર સુરક્ષા, સ્વદેશી અને આર્થિક પરિભાષા જેમ કે એફડીઆઈ, જીડીપી, ફોરેક્સ રિઝર્વ સહિતની માહિતી પૂરી પાડી હતી
ઉપરાંત ઉદ્યમિતા ની તક અને બેંક લોન પ્રક્રિયા અને સરકારી સહાય અને સ્ટાર્ટઅપ, ઉધ્યામિતા, અને યુવા માનસિકતા પરિવર્તન* તેમજ સરકારી યોજના, અરજી ની પ્રકિયા અને જિજ્ઞાસા સમાધાન*,
સ્વાવલંબન માટે બિનપારંપરિક ઊર્જા થકી સ્વરોજગાર નું મહત્વ અને ઉપયોગિતા એમ દરેક અલગ અલગ વિષયો ને અનુલક્ષીને… નિષ્ણાતોએ સરળ ભાષામાં રજૂ કર્યા હતાં જેમાં મોરબી જિલ્લામાથી સ્વાવલંબી ભારત અભ્યાન ના સંયોજક જિલેશભાઈ કાલરિયા, સ્વદેશી જાગરણ મંચના સંયોજક અરવિંદભાઈ જેતપરિયા, સહ સંયોજક દિપેશભાઈ કટારમલ , મિત્તલબેન પટેલ, તેમજ કાર્યકરતા ભાઈઓ-પુરુષ સહિતના ઉપસ્થિત રહ્યા હતા



