સીટી બી ડિવિઝન પોલીસે જુગારના બે દરોડા પાડ્યા
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર વિસ્તારમાં જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં જાહેરમાં પાના ટીચી જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહિત સાત જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જુગારના પ્રથમ દરોડામાં પોલીસે ત્રાજપર ચોરા વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં પાના ટીચતા આરોપી (૧) ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી (૨) વિવેકભાઇ ઉમેશભાઇ સોલંકી (૩) જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા (૪) હંસાબેન કેસાભાઇ વરાણીયા અને (૫) શારદાબેન કાંતીલાલ પાડલીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૦,૭૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

