મોરબી : મોબાઈલ ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે આખી દુનિયા એક આંગણીના ટેરવે આવી ગઈ છે. એટલે જ હાલ આવી દુર્લભ મોબાઈલ ટેકનોલોજીથી ભાગ્યે જ કોઈ હાથ વંચિત હશે, ત્યારે આવા કિંમતી મોબાઈલ ગુમ થઈ જાય કે ચોરી થઈ ગયા હોય તો ભાગ્યે જ પરત મળે છે. પણ જાંબાઝ અને શાંતિર ચોર કરતા પણ માસ્ટર માઈન્ડ ધરાવતી હળવદ પોલીસે આ બાબતને ખોટી ઠેરવી ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢ્યા છે.
હળવદ પી આઈ આર ટી વ્યાસ તેમજ હળવદ પોલીસ સ્ટાફે ખોવાયેલા મોબાઈલ પરત મેળવવાની સરાહનીય કામગીરી કરીને 6 ખોવાયેલા મોબાઈલો શોધી કાઢીને મૂળ માલિકને પરત આપ્યા છે. જેમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી કુલ 6 ખોવાયેલા મોબાઈલો શોધી કાઢી અરજદારને પરત આપતી હળવદ પોલીસ.અરજદારો દ્વારા હળવદ પી આઈ આર ટી વ્યાસ તેમજ હળવદ પોલીસની આ સરાહનીય કામગીરીથી ખુશ થઈને તેમનો આભાર માન્યો હતો.





