મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્ય પંકજભાઈ ચૌહાણના પિતા સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની સ્નેહ સ્મૃતિમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવવા ગઈકાલે તારીખ 1 જુલાઈ ને સોમવારના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં કોઈપણ જરૂરિયાતમંદને બ્લડ મફતમાં આપવામાં આવે છે. તેથી સિવિલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 31થી વધુ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ અને અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
