મોરબી : મોરબીના ગુગણ ગામે કૃષ્ણનગરમાં આવેલા રામજી મંદિરમાં વીજળી પડી છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગુગણ ગામના રામજી મંદિર પર વીજળી પડતાં ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. રામજી મંદિરના શિખર પર વીજળી પડતાં શિખર પર અને છતમાં નુકસાન થયું છે. વીજળી પડવાથી મંદિરની છતમાં મોટી તિરાડ પડી ગઈ છે. જો કે કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.



