કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ટ્રાફિક પીઆઇ છાસિયાની ચેતવણી
મોરબી : મોરબી ટ્રાફિક બ્રિગ્રેડમાં નિમણૂક થયા બાદ ટ્રાફિક પીઆઇ છાસિયાએ ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટે આડેધડ વાહનો ચલાવી તેમજ જ્યાં ત્યાં એટલે આડેધડ પાર્કિગ કરતા વાહન ચાલકો ટ્રાફિક નિયમનના કડક રીતે પાઠ શીખવ્યા છે અને મોરબીમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ટ્રાફિક પીઆઇ છાસિયાએ ચેતવણી આપી છે.
મોરબીમાં ટ્રાફિકનો વર્ષોથી સળગતો પ્રશ્ન છે. ઘણા લોકો એવું સ્પષ્ટપણે માને છે કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે ત્યારે ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે. પણ એવું નથી. જો ટ્રાફિકના નિયમનનું કડક રીતે પાલન કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ખૂબ હળવી બનશે. આ વાતને મોરબી ટ્રાફિક બ્રિગ્રેડના પીઆઇ છાસિયા જેવા નિષ્ઠાવાન અધિકારીએ સાબિત કરી બતાવી છે. જેમાં આ પોલીસ અધિકારી ત્રણેક દિવસથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા મેદાને પડ્યા છે અને કડક રીતે ટ્રાફિકનું પાલન કરાવી રહ્યા છે. એમના માર્ગદર્શન હેઠળ સંપુર્ણ ટ્રાફિક બ્રિગ્રેડ ટ્રાફિક સમસ્યા નિવરવા દરેક ટ્રાફિક ની યમનનું પાલન કરીને ટ્રાફિક પ્રશ્ન હળવો બનાવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. આ અધિકારી સહિતના સ્ટાફે ગઈકાલે સ્કાય પોલીસ પાસે આડેધડ વાહન પાર્કિગ સામે લાલ આંખ કરીને આવા વાહનો લોક કરીને કાયદામાં રહેશો તો ફાયદા માં રહેશો એવો મેસેજ આપ્યો છે.



