માત્ર બે માસમાં જ ગુમ થયેલા બાળકો શોધી કાઢી તેમના પરિવાર સાથે મેળાપ કરાવતા હ્ર્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા
મોરબી : મોરબી જિલ્લાના એસપી તરીકે અગાઉ નિષ્ઠાભેર ફરજ બજાવી ભલભલા ગુનેગારોના હાજા ગગડાવનાર એસપી કરણરાજ વાઘેલા ઘણા સમયથી વલસાડ જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવી ગુનેગારોમાં ખોફ પેદા કરી લોકો પ્રત્યે સંવેદનશીલ રહીને ખાસ ગુમ કે અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવામાં ખૂબ ઉમદા કાર્યવાહી કરી છે. જેમાં વલસાડમાં તેઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લા પોલીસે ગુમ-અપહરણ થયેલા ૭૯ બાળકો-વ્યકિતઓને બે માસના સમયગાળામાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મેળાપ કરાવતા હ્ર્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા છે. જેથી એસપી કરનરાજ વાઘેલા ઉપર અભીનંદની વર્ષા થઈ છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, વિકાસ સહાય , ગુજરાત રાજ્ય ગાંધીનગર, પોલીસ મહાનિદેશકશ્રી ડો. રાજકુગાર પાંડીયનની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસના અધિક્ષક કરણરાજ વાઘેલાનના સીધા જ દોરી સંચાર હેઠળ વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટિમોએ વલસાડના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લે બે વર્ષમાં ગુગ-અપહરણ થયેલા બાળકો-બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી. જેમાં આ ગુમ થયેલાના કિસ્સાઓમાં જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરિયાદી તથા સાહેદોનો સંપર્ક કરીને સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ અપહરણ થયેલ બાળકો, વ્યક્તિઓની જાહેરાત ફરીયાદ. આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ અલગ ટીમો બનાવી રાજયોમાં નવેસરથી ગુમ-અપહરણ થયેલા બાળકો-વ્યક્તિઓને શોધી કાઢવા માટે સઘન અભિયાન હાથ ધરી આ અભિયાન હેઠળ બે માસના ટૂંકાગાળામાં અપહરણ થયેલા બાળકો ૩૨ મળી કુલ ૭૯ વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા.
