ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો-પાર્કિંગની વ્યવસ્થા કરાઈ
મોરબી : અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપર ટોકીઝ-સી.પી.આઇ ચોક – નગરદરવાજા – સોની બજાર – ગ્રીન ચોક – દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે.
આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ રથયાત્રા સાથે જોડાશે. આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોવાથી શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો નિવારણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા તા. 7-7-2024ના રોજ રોડ રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અષાઢી બીજના તા. 7-7-2024ના રોજ સવારે 7 થી બપોરના 4 વાગ્યા સુધી વી.સી ફાટકથી નગરદરવાજા, જુના બસ સ્ટેશનથી નગરદરવાજા, ગોલા બજાર મયુર પુલના છેડાથી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) તેમજ સવારે 7 કલાકથી બપોરના 1 કલાક સુધી લાતી ચોકીથી આસ્વાદ પાન, જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન, સુપર ટોકિઝથી આસ્વાદ પાન, જુના બસ સ્ટેશનથી આસ્વાદ પાન, મહેન્દ્રપરાથી આસ્વાદ પાન, રેલ્વે સ્ટેશનથી સુપર ટોકિઝ, પંચાસર ચોકડી (લાતી પ્લોટ)થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઇ ચોક, નગરદરવાજ સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ તા. 7-7-2024ના કલાક 7 થી 4 કલાક સુધી નો- પાર્કિંગ ઝોન જાહેર કરવા હુકમ કરવામાં આવે છે.