મોરબી : રાજવીરસિંહ ઉદયસિંહ ગઢવી કે જેઓ હાલ ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગુજરાતભરમાં પોલીસ વિભાગ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરી રહ્યા છે અને ત્રિનેત્ર ઇન્ચાર્જ તરીકે પોતાની સેવાઓ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે હાલમાં જ યોજાયેલ જગન્નાથ જી રથયાત્રા – ૨૦૨૪ અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતગાર કરી રહ્યા છે
મૂળ હળવદના વતની ગઢવીએ પ્રાથમિક શિક્ષણ હળવદ સરકારી શાળા નંબર – ૨ માં પ્રાપ્ત કર્યું ત્યારબાદ માધ્યમિક શિક્ષણ સંસ્કાર વિદ્યાલયમાં પ્રાપ્ત કર્યું અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાંદિપની સ્કૂલમાં પ્રાપ્ત કર્યું એમ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી અને પી.ટી.સી નો અભ્યાસ ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામ અને બી.સી.એનો અભ્યાસ મહર્ષિ રુકુલ હળવદ ખાતે અને સખત મહેનતથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી પોલીસ ઇન્સ્પેકટર બની હળવદનું નામ રોશન કરવા બદલ હળવદવાસિયો ગૌરવની લાગણી અનુભવે છે .
