Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના સુંદરગઢ ગામે જમીનમાં દાટેલો દારૂનો જથ્થો પકડાયો

હળવદના સુંદરગઢ ગામે જમીનમાં દાટેલો દારૂનો જથ્થો પકડાયો

હળવદ : હળવદ પંથકમાં માટીની આડમાં ટ્રકમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડવાની બે ઘટના હજુ તાજી જ છે ત્યાં સ્થાનિક પોલીસે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠેથી જમીનમાં દાટેલો વિદેશી દારૂનો 57,700ની કિંમતનો જથ્થો શોધી કાઢી અજાણ્યા ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

હળવદ પોલીસે બાતમીને આધારે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયારમાના મંદીર પાસે જમીનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જમીનમાંથી વાઈટ લેસ વોડકાના 190 ચપલા કિંમત રૂપિયા 19,000, હની ટીઆરએસ વોડકાના 142 ચપલા કિંમત રૂપિયા 14,200 અને વાઈટ લેસ વોડકાની બોટલ નંગ 70 કિંમત રૂપિયા 24,500 મળી કુલ રૂપિયા 57,700નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી માં હળવદ પી આઈ આર ટી વ્યાસ સહિતનો પોલીસ સ્ટાફ રોકાયેલ હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments