હળવદ ફાયર અને ટીકરના તરવૈયાઓ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરી
હળવદ : તાલુકાના પ્રકાશનગર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ-3 માં અભ્યાસ કરતો બાળક શુક્રવારે બપોરે રિસેસ બાદ પરત શાળાએ ન આવતા ગઈકાલ મોડી સાંજ સુધી સોધખોળ કરવામાં આવી રહી હતી જોકે શાળાની બાજુમાંથી જ પસાર થતી નર્મદા કેનાલમાં આ બાળક પડી ગયો હોવાની આશંકા વચ્ચે હાલ હળવદ ફાયરની ટીમ તેમજ ટીકરની તરવૈયાની ટીમ શોધખોળ કરી રહી છે.
બનાવની જાણ મળતી વિગતો મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે ખેત મજૂરી કામ કરતા હરસિંગભાઈ રાઠવાનો નવ વર્ષ નો દીકરો કરમસિંઘ કે જે પ્રકાશનગર પ્રાથમિક શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરે છે દરરોજની માફક ગઈકાલે શુક્રવારે પણ કરમસિંગ સ્કૂલે ગયો હતો અને બપોરે 1:00 વાગ્યે રિસેસ પડ્યા બાદ કરમસિંગ ગુમ થઈ ગયો છે. શિક્ષકો દ્વારા આ બનાવવાની જાણ પરિવારજનોને કરાતા પરિવારજનો પણ મોડી સાંજ સુધી શોધખોળ કરી રહ્યા હતા જોકે તે અરસામાં અન્ય બાળકોના જણાવ્યા મુજબ કરમસિંઘ અને તેના બે મિત્રો શાળાની બાજુમાંથી પસાર થતી માળીયા બ્રાન્ચ ની નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરે નાહવા પડતા ડુબી ગયો હતો.જેથી કરમસિંઘ કેનાલમાં ડૂબી ગયો છે જેને લઇ હાલ ટીકર ગામના તરવૈયા તેમજ હળવદની ફાયરની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે.





