પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અઅધિકારી વિકાસ સહાય, ગુ.રા.ગાંધીનગર, પોલીસ મહાનિર્દેશક, ડૉ.રાજકુમાર પાંડીયન સી.આઈ.ડી. ક્રાઇમ, ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, સુરત વિભાગની સૂચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યક્તિઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જેતે કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરેલ સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવેલ
ઘણા કિસ્સાઓમાં ગુમ/અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ હતું. આ તમામ પ્રક્રિયાઓમાં જિલ્લાના થાણાં અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોશ્યલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યક્તિઓની જાહેરાત/ફરિયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા સઘન અભિયાન ચાલુ રાખવામાં આવેલ હતું
આ અભિયાન હેઠળ માત્ર એક જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ તેમજ સ્ત્રી પુરૂષ મળી કુલે 49 વ્યક્તિઓને શોધી કાઢવામાં વલસાડ પોલીસે મોટી સફળતા મેળવેલ છે.
