મોરબી : કેનોન કંપની દ્વારા નીતિન અરોરા ફેકલ્ટી મોરબી ખાતે મોરબી ફોટો એસોસિએશનના સહકારથી હરભોલે બંકવેટ હોલ ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં કેનોન કેમેરાની નવી ટેકનોલોજી વિશે કેમેરા અપડેટ & ન્યૂ કેમેરા લોન્ચિંગ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં પ્રમુખ મેહુલભાઈ ભટાસણાં, ઉપ પ્રમુખ કુલદીપભાઈ મોરડિયા, અધ્યક્ષ નિલેશભાઈ દેથરિયા, મંત્રી મહેશભાઈ ભાંખોડિયા, સહ મંત્રી કેતનભાઈ કાલાવડિયા, ખજાનચી સંજયભાઈ ભાનુશાલી, સહ ખજાનચી સુરેશભાઈ સનીયારા અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.









