
વિસીપરામાં જાહેરમાં પાના ટીચતાં ત્રણ ઝબ્બે
મોરબી શહેરમાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહેવા પામી છે જેમાં ઉમા ટાઉનશીપમાં જુગાર રમતા 6 અને વિસીપરામાં જાહેરમાં પાનાં ટીચતાં ત્રણ મળી કુલ નવ જુગારીઓ પકડાઈ ગયા હતા.
જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઉમા ટાઉનશીપમાં પટેલ હાઇટસ પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં લીંબડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયંતીલાલ ગોરધનભાઇ મકવાણા, દુર્લભજીભાઇ લાલજીભાઇ લોરીયા, રવજીભાઇ ચતુરભાઇ લોરીયા, પ્રફુલભાઇ છગનભાઇ હાસલીયા, શાંતીલાલ મલુભાઇ ચાપાણી અને કાનજીભાઇ આંબાભાઇ છત્રોલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 30,750 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જયારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વિસીપરામાં પ્રજાપત કારખાના નજીક જાહેરમાં પાનાં ટીચવા બેઠેલા જાવીદભાઇ સલેમાનભાઇ સુમરા, મહેબુબભાઇ કરીમભાઇ જુણેજા અને જાદવજીભાઇ શંકરભાઇ તરવાડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂ. 4910 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.