
મોરબી ખાણ ખનીજ અધિકારીને તેની ઓફિસમાં આવીને એક શખ્સે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.
મોરબીના ખાણ ખનીજ અધિકારી જગદીશકુમાર સેમાંભાઈ વાઢેર એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે નવી કલેકટર ઓફીસની અંદર ખાણ ખનીજની કચેરીમાં પોતાની ફરજ પર હોય દરમિયાન આરોપી સામતભાઈ કરમુર રહે-જામનગર બીજાની લીઝ બાબતે અન્ય લોકો સાથે રજૂઆત કરવા આવેલ હોય જેથી ખાણ ખનીજ અધિકારી જગદીશ વાઢેર એ ઓફીસની બહાર બેસવાનું કહેતા સારું નહિ લાગેલ અને જગદીશ વાઢેરએ આરોપીને આગાઉ સામતભાઈને ગેરકાયદેસર ખનન કરવા અંગે કેશ/દંડ કરેલ હોય જેનો ખાર રાખી જગદીશ વાઢેરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.