





મોરબી : આજે ઠેર ઠેર સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબી સબજેલમાં પણ આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી સબ જેલના અધિક્ષક બી.બી. પરમાર, ઇ.ચા. જેલર એ.આર. હાલપરા તથા ઇ.ચા. જેલર પી.એમ. ચાવડા સાથે જેલના કર્મચારીઓ તથા જેલમાં રહેલા બંદિવાનો દ્રારા પ્રગતિશીલ ભારતની આઝાદીના 78મી 15મી ઓગષ્ટ (સ્વતંત્રતા દિન)ના દિવસની ઉજવણી નિમિતે અધિક્ષક દ્વારા બંદિવાનોમાં ભાઈચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી તમામ બંદિવાનો વહેલા જેલ મુક્ત થઈ તેઓના પરિવાર સાથે એક નવી જિદંગીનો આરંભ કરે અને પુન:સમાજ પ્રસ્થાપિત થઈ દેશના હિતાર્થેને લગતી પ્રવૃતિઓ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.