





મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે આજરોજ 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ઊંચી માંડલ પ્રાથમિક શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ગામના સરપંચ રવીરાજસિંહ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય તથા સ્ટાફગણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક કૃતિઓ દેશભક્તિના ગીતો દ્વારા અને કૃતિઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ગવર્મેન્ટ દ્વારા જે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવેલી હતી જેમાં મોરબી તાલુકામાં ઉંચી માંડળ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.