

મોરબી નાની કેનાલ રોડ સનરાઈઝ વિલા એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે શહેરના નાની કેનાલ રોડ પર આવેલા સનરાઈઝ વીલા એપાર્ટમેન્ટના એચ બિલ્ડિંગના દસમાં માળે બે ફ્લેટ વચ્ચેના સીડીના ચોકામાં ગંજીપત્તાનો જુગાર રમતા આરોપી ધવલ ગોરધનભાઈ વિરમગામા, જગદીશ જયંતીભાઈ કુંડારીયા, સાગર મીઠાભાઇ ફેફર, મુકેશ શીવાભાઈ ફૂલતરીયા, લલીત વનજીભાઈ છનિયારા, દિવ્યેશ ભીખાભાઇ મોરડીયા, રજનીકાંત ગોરધનભાઈ વિરમગામા અને નિશીત કાનજીભાઈ કાચરોલા ને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,43,250 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.