

15 ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ નિમિત્તે E Zone સ્કૂલમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને ઇન્ડિયન લિયો ક્લબ મોરબી દ્વારા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા અને લિયો પ્રેસિડન્ટ એન્જલબા ઝાલા ના હસ્તે ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી
આ ઉજવણીમાં E Zone સ્કૂલના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા અને વિવિધ હરીફાઈઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈઓમાં ઇનામો ક્લબ તરફથી આપવામાં આવ્યા હતા. દરેક વિજેતાને શિલ્ડ આપવામાં આવ્યા જે ક્લબમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી આપવામાં આવ્યા હતા આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પ્રિન્સિપાલ પિયુષ સર અને રાધિકા મેમનો ખુબ ખુબ આભાર માન્યો હતો .મોટી સંખ્યામાં મેમ્બરોએ હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો.