
હરનિશ જોશી
મોરબીમાં આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આજે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી શહેરના વિપ્ર પરિવારો જોડાયા હતા અને બ્રહ્મ સમાજની વિવિધ પાંખો દ્વારા આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી
મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવારના પ્રમુખ ચેતનાબેન જોશી તથા મહામંત્રી કિરણબેન ઠાકર અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આજે મોરબીમાં આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને 23 કુંડી લઘુરુદ્ર યજ્ઞ માં મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારો જોડાયા હતા અને શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર અને રુદ્રયજ્ઞનું ખૂબ મહત્વ હોય છે ત્યારે ભૂદેવ પરિવારોમાં સમૂહ રીતે યજ્ઞમાં જોડાઈ શકે તે માટે સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આચાર્ય પદે વિપુલભાઈ શુક્લ હાજર રહ્યા હતા અને તેમણે મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરાવી હતી આ કાર્યને સફળ કરવા માટે તેને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર મોરબી પરશુરામ ધામ મોરબી પરશુરામ યુવક મંડળ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી બ્રહ્મસમાજ યુવક મંડળ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી સહિતનાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.



