


એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મોરબીના રવાપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ અધિકાર એવમ્ સામાજિક ન્યાય આયોગની ટીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માટે નામ અભિયાનને સાર્થક કરવા અને આગળ વધારવા રવાપર ગામે વૃક્ષારોપણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કડવા પાટીદાર વિદ્યાર્થી ભૂવનના પ્રમુખ જયંતીભાઈ પટેલ, રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા અને સામાજિક કાર્યકર જીવરાજભાઈ ગઢીયા સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. માનવ અધિકારના મોરબી જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ વિડજા, કાંતિભાઈ દેત્રોજા, મહામંત્રી રાજુભાઈ કાંજીયા, સંગઠન મંત્રી કાર્તિકભાઈ કાલરીયા, કમલેશભાઈ વામજા, જતીનભાઈ ચાપાણી તેમજ સમગ્ર ટીમના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.