



રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ અબડાસા તાલુકાનાં જખૌ કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપા મંડલ, કચ્છ જીલ્લા ભાજપની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલીત બી.બી. એમ. હાઈસ્કુલ બીદડાની વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષા બંધન ત્યોહાર ની ઉજવણી કરી છે.
ભારત તહેવારો નો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખ માં સહભાગી થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. રક્ષા બંધનના વતન થી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર – સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે. તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતુ.
જખૌ કોસ્ટલ એરિયા, ૧૫૩ બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. BSF હેડ કમાન્ડન્ડશ્રી મનીષ નેગી, ડેપ્યુટી કમાન્ડન્ડ રાજકુમાર શર્મા, સિકંદર ફિરોદી સહિત દરેક જવાનો ને મીઠાઇ નું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ જીલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા, અંગદાન પ્રણેતા શ્રી દિલીપભાઇ દેસમુખ, તથા સર્વશ્રી મહાવીરસિંહ જાડેજા, (તા.પ.અબડાસા) કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, પ્રકાશભાઇ ડગરા, વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકા, પુર્વ જીલ્લા પ્રમુખશ્રી શ્રીમતી પારૂલબેન કારા, જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખશ્રી ગોદાવરીબેન ઠક્કર, રવિ ગરવા, એ.એસ. ગરવા, મોહનભાઇ ચાવડા, વસંતભાઇ વાઘેલા, મીઠુભાઇ વાઘેલા, યોગેશ ત્રિવેદી, કમલેશ ગરવા, નરેશ મહેશ્વરી, હિતેષ ગોસ્વામી, નીલેશ દાફડા, વેરશી સંજોટ, સરકારી વકીલ પ્રવીણભાઇ વાણિયા, બાંડીયા સરપંચશ્રી નીલેશભાઇ, પરેશ ભાનુશાલી તથા અબડાસા પ્રભારી અમુલ દેઢીયા, મહામંત્રી માંડવી શહેર કિશનસિંહ જાડેજા, વિઘોડી સરપંચ ભરતભાઇ વાઘેલા, સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચા ની બહેનો, વિધાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રક્ષા બંધનનો તહેવાર જવાનો સાથે સહ ભોજન કરી ઉજવણી કરી હતી. શ્રી વિનોદભાઇ પ્રેરણા અને આયોજન થી આયોજીત રક્ષા બંધન તહેવાર ઉજવવામાં આવેલ.