
મોરબી : જન્માષ્ટમી મહોત્સવ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ નજીક આવતા શાળાઓમાં મીની વેકેશન પડવાનું હોવાથી આજે જ મોરબીની નામાંકિત અને એકમાત્ર સર્વગુણ સંપન્ન સાથે શિક્ષણ આપતી જ્ઞાનપથ વિદ્યાલયમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ આખું વિદ્યા સંકુલ ગોકુળમાં ફેરવતા જન્માષ્ટમીની ઉજવણીમાં સમગ્ર જ્ઞાનપથ વિદ્યાલય સંકુલ ભગવાન શ્રી કૃષ્ણમય બની ગયું હતું.









મોરબીમાં સંસ્કાર સાથે ઉમદા શિક્ષણ આપતી જ્ઞાનપથ વિદ્યાલય દ્વારા આજે જન્માષ્ટમી એટલે નંગ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના ગગનભેદી નાદ સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો બાલ કૃષ્ણ અને રાધા તેમજ ગોપ-ગોપીઓના પરંપરાગત વેશ ધારણ કરી અબીબ ગુલાલ સાથે મટકી ફોડીને ગોકુળની જેમ જ ભાતીગળ ટાઈપનો જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો.એટલું જ નહીં બાળકો કાન-ગોપીના વેશમા સજ્જ થઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ગોકુળની જેમ જ ઉજવતા ખુદ શિક્ષકો, પ્રિન્સિપાલ અને સમગ્ર ટ્રસ્ટીગણ સાથે આ વિદ્યા સંકુલ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાય ગયું હતું.