Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

સંત શિરોમણી, સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

સંત શિરોમણી, સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદબાપુની સમાધિને 25 વર્ષ પુરા થવા આવ્યા છે તે સ્મૃતિમાં, પૂ. સીતારામ બાપુની કર્મભૂમિ તથા પૂ. કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર પ. પૂ. શ્રી કનેકેશ્વરીદેવીજીની પરમાર્થભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે પિતૃ મોક્ષના દિવસો શ્રાદ્ધ પક્ષમાં તારીખ 19 સપ્ટેમ્બર 2024 (ભાદરવા વદ એકમ)થી તારીખ 25 સપ્ટેમ્બર 2024 (ભાદરવા વદ સાતમ) સુધી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.

વ્યાસપીઠ પર મલૂક પીઠાધીશ્વર પ. પૂ. શ્રી જગદગુરુ દ્વારાચાર્ય ગૌપ્રેમી સંત, સ્વામી શ્રી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમય વિરક્ત વાણીમાં, અલગ શૈલીથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.

કથાનો સમય તા. 19 સપ્ટેમ્બર ગુરુવારે બપોરે 3.00 કલાકે અને તા. 20 થી 25 સપ્ટેમ્બર નિત્ય સવારે 9.00 કલાક થી બપોરે 1.00 કલાક સુધીનો રહેશે તથા વિરામ બાદ દરરોજ બપોરે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.. તા. 20.09 તા.21.09 અને તા. 22.09 ના રોજ દરરોજ બપોરે 3.30 કલાકથી વિદ્વત ગોષ્ઠીના આયોજન ઉપરાંત તા. 20.09 રાત્રીના 9.00 કલાકે ભજન સંતવાણીમાં પ્રખ્યાત કલાકારો ભગવતીબેન ગોસ્વામી તથા પિયુષ મિસ્ત્રી તા. 22.09 ના રોજ રાત્રે 9.00 કલાકે ભજન સંતવાણી ડાયરામાં સાધ્વી જયશ્રીદાસજી, માયાભાઈ આહીર અને કોકિલકંઠી ગાયિકા દમયંતિબેન બરડાઈ

તા. 24.09 નારોજ રાત્રે 9.00 કલાકે ભજન લોકસાહિત્ય કાર્યક્રમમાં સોરઠનું ગૌરવ, પ્રખર લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ તથા લલિતાબેન ઘોડાદ્રા અને પ્રવીણ સુરદાસ વિ. એમ વિવિધ 3 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે.. કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા, પોથી નોંધાવવા તેમ જ કોઈ પણ સેવામાં સહયોગી થવા માટે શ્રી ખોખરા ધામ કાર્યાલય (6352475347)(9913921340) નો સંપર્ક કરવા અનુરોધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments