
મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે હંમેશા સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલ બીપીનભાઈ પ્રજાપતિ તથા ધર્મેન્દ્રભાઇ બારેયા દ્વારા ફક્ત ચાર જ કલાકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૨૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા છે.


ટંકારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવક દ્વારા ૫૦૦ જેટલા ફુડ પેકેટ પેકીંગ કરાવ્યા હતા. હંમેશા કુદરતી આફત તેમજ માનવસર્જિત આફત સમયે બિપીનભાઈ પ્રજાપતિ તેમજ મોરબી વરીયા પ્રજાપતિ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે આજે મોરબી જિલ્લામાં કુદરતી આફતના સમયે ફક્ત ચાર જ કલાકમાં બે હજાર ફુડ પેકેટ તૈયાર કરી સેવા આપી હતી.