


ટંકારા : ટંકારામાં ભારે વરસાદથી પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.આથી ટંકારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત અને બચાવની કામગીરી ઝડપથી શરૂ કરવાની તાકીદ કરી હતી.
ટંકારા તાલુકા ના ઘુંનડા(ખા)ગામે પેટાપરા મા વરસાદી પાણી ભરાતા નિરીક્ષણ કર્યુ અને પાણી નિકાલ માટે સરપંચશ્રી ત્થા જીલ્લા પંચાયત ના સભ્યશ્રી ને જરુરી સુચના આપી.
પ્રભારી મોરબી જિલ્લામાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી પરિસ્થિતિને અનુસંધાને ટંકારા ખાતે સ્થાનિક અધિકારી-પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
આ સમીક્ષા બેઠકમાં ટંકારા તાલુકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, બંધ માર્ગ, સ્થળાંતર આશ્રિતો, દિવાલ કે મકાન પડવાની ઘટના, ખેડૂતોને થયેલી નુકસાની, ખોરવાયેલ વીજ પુરવઠો સંદર્ભે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરીને અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારાના સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.