
મોરબી : મોરબીમાં સતત વરસાદને લીધે જન્માષ્ટમીના તમામ મેળાઓ ધોવાય ગયા હતા અને મોટાભાગના મેળા રદ કરવામાં આવ્યા હતા. તેથી સ્ટોલ ધારકોને માથે ઓઢીને રોવનો વખત આવ્યો હતો. આથી હવે ઉઘાડ નીકળતા પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માળીયાના જુના ઘાટીલા ગામે આવેલ જય શ્રી દુધેશ્વર દાદાના મંદિરે તા.2ના રોજ અમાસના દિવસે પરંપરાગત લોકોમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં જનમેદની ઉમટી પડશે