
ભારે વરસાદથી માળીયામાં ભારે ખાના ખરાબી, સાંસદ વિનોદ ચાવડાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
મોરબી: મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ભારે ખાના ખરાબી થઈ હતી. જો કે મચ્છુ ડેમ-2 ડેમ ઓવરફ્લો થતા અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા માળીયા પંથકમાં પુર આવ્યું હતું. આથી માળીયામાં પાકોને નુકશાની તેમજ અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આથી આજે મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા માળીયાની મુલાકાતે દોડી આવ્યા હતા અને માળીયાના તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓ સાથે રાહત તેમજ બચાવ સહિતની કામગીરી ઝડપથી કરવાની તાકીદ કરી હતી.


ભારે વરસાદ બાદ માળીયામાં થયેલ નુકશાની બાબતે સાંસદ વિનોદ ચાવડાએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી પરિસ્થિતિ જાણી હતી. મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ માળિયાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી સાચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રોડ રસ્તા અને ખેતીમાં થયેલ નુકશાન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી. જેમાં તેઓએ પહેલા અધિકારીઓને રસ્તાઓ રીપેર કરવા અને ઇલેક્ટ્રિસીટીના પ્રશ્નો ને પ્રાધાન્ય આપવા કહ્યું હતું. સાંસદની મુલાકાત દરમિયાન મનીસ કાંજીયા (માળિયા તાલુકા ભાજપ મહામંત્રી),મણીલાલ સરડવા( તાલુકા ભાજપ પ્રમુખ),અરજણભાઈ હુબલ (મહામંત્રી તાલુકા ભાજપ),ડી,ડી.જાડેજા (પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત માળીયા), અશોકભાઈ બાવરવા (પ્રમુખ તાલુકા પંચાયત માળીયા), જીજ્ઞેશ ડાંગર (કારોબારી ચેરમેન તાલુકા પંચાયત),શિવમભાઈ વિરમગામાં,યુવરાજસિંહ જાડેજા (ઉપપ્રમુખ તાલુકા ભાજપ),મનહરભાઈ બાવરવા (વાઇસ ચેરમેન મોરબી માર્કેટિંગ યાર્ડ),ગોપાલ ભાઈ સરડવા (પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત),જયદીપભાઈ દેત્રોજા સહિતના આગેવાનો જોડાયા હતા.




