Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમાળીયા (મીં) તાલુકાનાં અસરગ્રસ્ત વિસ્તારનીમુલાકાતે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

માળીયા (મીં) તાલુકાનાં અસરગ્રસ્ત વિસ્તારનીમુલાકાતે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

તાજેતરની અતિવૃષ્ટિ ને લીધે તેમજ મચ્છુના પૂરને કારણે માળીયા (મીં) તાલુકાનાં જે ગામોને નુકશાની અને અસર થયેલ છે તે અન્વયે જાત માહિતી મેળવવા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) તાલુકાનાં વિરવદરકા ગામથી પ્રવાસનો પ્રારંભ કર્યો છે.

તેમની સાથે તાલુકા પંચાયત , જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ સંગઠનના આગેવાનો જોડાયા છે. વિરવદરકા ગામે ગ્રામ જનોને મળીને સ્વચ્છતા જાળવવા અને ગંદકી દુર કરવામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય અધિકારીને પીવાનું પાણી ક્લોરીન કરવા માટે જરૂરી પાવડર તેમજ ઉકરડા ઉપર ચૂનો છાંટવા સૂચના આપી હતી.

તેમજ ખોડિયાર ડીપ ઉપર પાણી વહેતું હોય ૫૦૦૦ વીઘા જેટલી જમીનનું ધોવાણ અટકાવા ગ્રામજનોની રજૂઆતને અન્વયે સંબધિતોને તાકીદ કરી હતી. બ્રિજેશ મેરજા આજરોજ વિરવદરકા થઈને આગળ નીકળી ફતેપર, હરિપર, માળીયા, રાસંગપર અને મેઘપરના પ્રવાસે સંગઠન અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના હોદેદારો સાથે નીકળ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments