
મોરબી : મોરબીમાં પોલીસે શ્રાવણીયા જુગાર ઉપર ધોંસ બોલાવી લાલપર, લીલાપર, શાપર અને પાનેલીમાં જુગારના ચાર દરોડા પાડી આઠ મહિલાઓ સહિત કુલ 16 જુગારીઓને પકડી પાડ્યા હતા.
જુગારના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે હનુમાનજી મંદીર વાળી શેરીમાં દરોડો પાડી આરોપી વસંતબેન બળદેવભાઇ પટેલ, રંજનબેન પરેશભાઇ ટાંક, સુમનબેન પ્રવીણભાઇ વરમોરા, લતાબેન હિતેષભાઇ રામાનુજ, જાગ્રુતીબેન રાજુભાઇ લો, ભારતીબેન હિતેશભાઇ પઢારીયા, પ્રભાબેન શામજીભાઇ જાંબુકીયા અને રેમાબેન કિશોરભાઇ રવાણી નામના મહિલાઓને જાહેરમાં તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 29,100 કબ્જે કર્યા હતા.
જયારે બીજા દરોડામાં આરોપી ઇમરાનશા કરીમશા શાહમદાર અને ઇબ્રાહીમભાઇ મોતીશા શાહમદારને લીલાપર ચોકડી સ્મશાન પાસે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 450 કબ્જે કર્યા હતા. ત્રીજા દરોડામાં તાલુકા પોલીસ ટીમે મોરબી તાલુકાના પાનેલી રોડ, બ્લ્યુ આર્ટ સીરામીક પાછળદરોડો પાડી આરોપી ભીખાભાઇ કુકાભાઇ સાઢમીંયા, રાયધનભાઇ સારાભાઇ સાઢમીંયા અને જયંતીભાઇ સારાભાઇ સાઢમીંયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 950 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત ચોથા દરોડામાં મોરબી તાલુકા પોલીસે સાપર ગામની સીમ પાવળીયારી કેનાલ પાસે દરોડો પાડી આરોપી કાદરભાઇ સીદીકભાઇ મોવર, સુભાનભાઇ હબીબભાઇ માયર અને અફસલભાઇ અકબરભાઇ કુરેશી નામના આરોપીઓને જાહેરમાં ગંજીપતાના પાનાવડે તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1320 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.