Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં 8 મહિનામાં 17 હજારથી વધુ લોકોએ આરટીઓની ફેસલેસ સેવાનો લીધો લાભ

મોરબીમાં 8 મહિનામાં 17 હજારથી વધુ લોકોએ આરટીઓની ફેસલેસ સેવાનો લીધો લાભ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019થી આધાર કાર્ડથી ઓથેન્ટિકેશન કર્યા બાદ ફેસલિસ્ટ અરજી કરવાથી લોકોને ઘરે બેઠા આરટીઓને લગતી સેવાઓનો લાભ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવાનો 8 મહિનામાં 17 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે.

જેમાં વાહનને લગતી કામગીરીમાં વાહન માલિકી તબદીલી, લોન ચડાવી કે કેન્સલ કરવી, સરનામું બદલવું, ડુપ્લીકેટ આર.સી. બુક મેળવવી તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી કામગીરીમાં લાઇસન્સ રીન્યુઅલ, એડ્રેસ ચેન્જ, ડુપ્લીકેટ લાયસન્સ, નામમાં સુધારો વધારો, નવા ક્લાસનો ઉમેરો કરવો જેવી સેવાઓ ફેસલેસ તરીકે આપવામાં આવે છે. જે અન્વયે મોરબી આરટીઓ કચેરી ખાતે વર્ષ 2024ના છેલ્લા 8 મહિનામાં વાહનને લગતી સેવાઓમાં 7207 અને ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવાઓમાં 10,772 મળીને કુલ 17,979 હજાર લોકોએ કચેરી આવ્યા વિના ફેસલેટ સેવાઓનો લાભ મેળવ્યો છે. વધુમાં આ સેવાઓ માટે https://parivahan.gov.in/parivahan/ની વેબસાઈટનો લાભ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments