
મોરબી : મોરબીમાં વરસાદને કારણે માર્ગોની હાલત બદતર બની ગઈ છે. મોટાભાગના માર્ગો ઉપર ખાડે ખાડા પડી ગયા હોય શહેરના મુખ્ય માર્ગ રવાપર ચોકડી ઉપર ખાડાને કારણે ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય રહેતો હોવાથી પાલિકા તંત્રને કરવાનું કામ ટ્રાફિક પોલીસમેને કરીને ખાડા રીપેર કરી માર્ગને ચાલવા યોગ્ય બનાવ્યો હતો.


મોરબીની રવાપર ચોકડી ઉપર ભારે વરસસથી ખાડે ખડા પડી ગયા હતા. ખાડાઓને કારણે ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય રહેતો હોવાથી ત્યાં ટ્રાફિક પરિવહનની યોગ્ય જવાબદારી નિભાવતા ટ્રાફિક પોલીસમેન દેવજીભાઈ બાવરવાને આ ગંભીર બાબત ધ્યાને આવતા તેમણે આ જવાબદારીનો દોષનો ટોપલો નગરપાલિકા ઉપર નાખવાને બદલે પોતાની જાગૃત નાગરિક તરીકેને જવાબદારી નિભાવવા સીતારામ નામના કોન્ટ્રાક્ટરની મદદ લઇ જયંતીભાઈ તેમજ અન્ય જાગૃત નગરિક સાથે તેઓએ જેસીબીથી કાકરેટ, રેતી સહિતની સામગ્રીથી તગારા અને પાવડા લઈ રવાપર ચોકડી પર જ્યાં જ્યાં ખાડા પડયા હતા.ત્યાં ત્યાં ખૂબ જ વ્યવસ્થિત રીતે ખાડા રિપેરીગ કરીને એક આદર્શ નાગરિક તરીકેનો સંદેશ આપ્યો છે.